◆સિરીઝ શરૂ થયાથી લઈને પુરી થયા સુધી ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ ભારતનો 4-0 થી વ્હાઇટવોશ થવાથી લઈને કોહલી વગર ખરાબ રીતે હારવા સુધીનું અનુમાન લગાવ્યું હતું અને ઘણા તો છાતી ઠોકીને કહેતા હતા કે ભારત ખરાબ રીતે હારશે... અને આજે પરિણામ શું આવ્યું?ટીમન સારામાં સારા બેટ્સમેનની ગેરહાજરી અને સારા સારા ખેલાડીઓની ઇજાના લીધેની ગેરહાજરીને લીધે ઉતરેલી પ્રમાણમાં ઓછો અનુભવ ધરાવતી ભારતની યંગ બ્રિગેડે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર એ પણ ત્યાં જ્યાં કેટલાય વર્ષોથી ઓસ્ટ્રેલિયા હાર્યું નથી ત્યાં હરાવ્યું અને શાનદાર જીત મેળવી...કહેવાનો મતલબ એ જ છે કે તમારે પણ આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના દિવસો દરમિયાન ઘણી તોપો એવી આવશે જે તમને નીચા પાડવાની તમને demotivate કરવાની જાણે-અજાણે કોશિશ કરશે...આવા લોકો સમાજ,સગા,પાડોશી,કે ઘરનું જ કોઈ વ્યક્તિમાંથી કોઈપણ હોઈ શકે...આપણે બસ પૂઝારા બનીને ધીરજ રાખીને આપણાં લક્ષ્ય માટે સતત મહેનત કરતું રેવાનું...શરૂઆતમાં ધબડકો પણ થાય,ધાર્યું ના થાય ત્યારે 'નસીબ'ને દોષ આપવાને બદલે વ્યવસ્થિત આયોજન, સારાં પુસ્તકો,જુના પેપરોનું એનાલિસિસ,સખત મહેનત,ધીરજ,ખુદ પર વિશ્વાસ,ઈશ્વર પર શ્રદ્ધા રાખશો તો પરીક્ષામાં સફળતા ચોક્કસ મળશે...કર્મનો પણ સિદ્ધાંત છે "કર્મ કરતો જા, હાક મારતો જા,કરેલું ફોગટ જતું નથી".તમે બસ મહેનત સાચી દિશામાં કરતા રહો બાકી ઉપર હજાર હાથવાળો છે એ તમને ક્યારેય નિરાશ નહીં થવા દે.આજે એ જ ભારતની ટીમ હતી જે પ્રથમ ટેસ્ટમાં માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી...અને આજે 'ગાબા'માં 'ગાભા' કાઢી નાખ્યા...તો મિત્રો કંઈપણ મનમાં વિચાર્યા વગર લાગી જાવ સખત મહેનત કરવામાં...વર્ષ 2021-22 માં આવનારી કોઈ ને કોઈ ભરતીમાં સફળ થાઓ અને તમારા,તમારા માતા-પિતાના,પરિવારના,ગમતા વ્યક્તિના,મિત્રોના ચહેરા પર તમારી સફળતાનું સ્મિત આવે તેવી શુભેચ્છાઓ...😊👍
0 Comments